ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Kadi Visavadar by-elections) માટે આજે મતદાન (Voting) શરૂ થયું છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર છે. જ્યારે કડીમાં AAP ઉમેદવાર હોવા છતાંય ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર છે. 23 જૂનના રોજ થશે મતગણતરી.
આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જે હેઠળ કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સાથે જ મતદાનનાં દિવસે 800થી વધુ પોલીસકર્મી, SRPFની 3 અને CRPFની 4 ટુકડી તૈનાત રહેશે. વિસાવદર પેટા ચૂંટણી અંતર્ગત 161 ગામડાઓનો સમાવેશ કરાયો છે. જ્યારે, કડી શહેરમાં 54 અને ગ્રામ્યમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે.
🔷 87- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી
— Collector Junagadh (@collectorjunag) June 19, 2025
🔹 મતવિસ્તારમાં મતદાનની પ્રક્રિયા નિયત સમયે આરંભાઈ
🔹 મતદાતાઓ શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
🔹 દરેક મતદાન મથક પર સુચારુ વ્યવસ્થા#Visavadar #MatdanMahotsav@ECISVEEP @CEOGujarat @SpokespersonECI pic.twitter.com/j9ehWpFA3o
વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.
નોંધનીય છે કે હાલ તમામ 294 બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ બુથનું માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ થશે. આ ચૂંટણીમાં 2,61,092 મતદારો પોતાનો ધારાસભ્ય નક્કી કરશે. જેમાં 135609 પુરુષ અને 125497 મહિલાઓનો સમાવેશ થાય છે. સવારે 7થી સાંજના 6 સુધી મત અધિકારનો ઉપયોગ કરશે.