Sunday, March 23, 2025
More

    આ સત્રમાં રજૂ નહીં થાય વક્ફ બિલ, JPCનો કાર્યકાળ બજેટ સત્ર સુધી લંબાવવામાં આવી શકે

    કેન્દ્ર સરકારના વક્ફ એક્ટ સંશોધન બિલ પર બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. વિપક્ષી સાંસદોની માંગ બાદ આ બાબતે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જે લોકસભા સ્પીકરને મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળ્યે સમિતિનો કાર્યકાળ લંબાવી દેવામાં આવશે. 

    JPCનો કાર્યકાળ બજેટ સેશન સુધી લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે. જો સ્પીકરની મંજૂરી મળે તો કાર્યકાળ એપ્રિલ, 2025 સુધી લંબાવી દેવામાં આવશે. જેથી સ્પષ્ટ છે કે આ સત્રમાં વક્ફ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે નહીં. 

    વિપક્ષી સાંસદોએ સમિતિનો કાર્યકાળ લંબાવવા માટેની માંગ કરી હતી અને બિલને ચાલુ સત્રમાં રજૂ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એક પ્રસ્તાવ રજૂ કરીને JPCનો કાર્યકાળ લંબાવવા માટે ભલામણ કરી. 

    હવે જો આ પ્રસ્તાવને લોકસભા મંજૂરી આપે તો JPCનો કાર્યકાળ લંબાવી દેવામાં આવશે અને આગામી બજેટ સત્રમાં બિલ રજૂ કરવામાં આવી શકે.