Monday, April 7, 2025
More

    ‘જો તમે ઔરંગઝેબની કબર તોડવા માંગતા હો, તો તમારે વળતા હુમલા માટે તૈયાર રહેવું જોઈએ’: પત્રકાર રાજદીપ સરદેસાઈએ નાગપુર હિંસાને યોગ્ય ઠેરવી

    ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈએ (Rajdeep Sardesai) મંગળવારે નાગપુરમાં થયેલી હિંસાને (Nagpur Violence) વાજબી ઠેરવી હતી, જેમાં મુસ્લિમ ટોળાએ આગચંપી, તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો.

    રાજદીપ સરદેસાઈએ એક વિડીયોમાં કહ્યું, “જો તમારે નફરત ફેલાવવી હોય, ઔરંગઝેબની કબર તોડવાની વાત કરવી હોય તો, તમારે વળતા હુમલા માટે તૈયાર રહેવું જોઈએ.” આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

    નાગપુરમાં ઇસ્લામિક ટોળાએ વાહનોને આગ ચાંપી, મિલકતોને નુકસાન પહોંચાડ્યું અને રસ્તાઓ પર પથ્થરો ફેંક્યાના એક દિવસ પછી સરદેસાઈનો આ વિડીયો સામે આવ્યો છે.