ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધનનો વિજય થયો છે. ફરી હેમંત સોરેન સરકાર સત્તા પર પરત ફરતી જણાય રહી છે.
આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે JMM 34 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 16 બેઠકો પર આગળ છે. ગઠબંધનમાં બંને પાર્ટી લડતી હોવાથી સરવાળો સરળતાથી બહુમતીના આંકડા 41 પાર જતો રહેશે.
ભાજપને ઝારખંડ ચૂંટણીમાં 21 જ બેઠકો મળી છે. 4 બેઠકો RJDને, 2 CPIને અને 1-1 બેઠકો અન્ય નાની પાર્ટીઓને મળી છે.
ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર હતી, એ જ સરકાર યથાવત રહેશે તે નક્કી છે.