Tuesday, March 18, 2025
More

    ઝારખંડ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પહેલી યાદી: પૂર્વ સીએમ ચંપાઈ સોરેન લડશે ચૂંટણી, પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને પણ ટિકિટ

    ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 66 નામો છે. જેમાંથી 11 મહિલાઓ છે. 

    યાદીમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMMમાંથી તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલા ચંપાઈ સોરેનનું પણ નામ છે. તેઓ પોતાની પરંપરાગત સરાઈકેલા બેઠક પરથી જ લડશે. તેમના પુત્ર બાબુલાલ સોરેનને પણ ટિકિટ આપવામાં આવી છે. 

    પૂર્વ સીએમ રઘુબર દાસની વહુ પૂર્ણિમા સાહુને જમશેદપુર પૂર્વ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અર્જુન મુંડાની પત્નીને પણ ટિકિટ અપાઈ છે. 

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી પણ ચૂંટણી લડશે. તેઓ ધનવારથી પાર્ટીના ઉમેદવાર હશે. 

    ભાજપ ઝારખંડમાં કુલ 68 બેઠકો પર લડી રહ્યો છે. જેમાંથી 66 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી બે જ બેઠકો પર ઘોષણા હવે બાકી રહી છે. 

    ઝારખંડમાં કુલ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 13 નવેમ્બરે અને 20 નવેમ્બરે અંતિમ ચરણનું મતદાન થશે. પરિણામો 23 નવેમ્બરના રોજ ઘોષિત કરાશે.