Saturday, April 19, 2025
More

    નિકિતા પર નિકાહ કરવા કર્યું દબાણ, ના પાડી તો છત પરથી મારી દીધો ધક્કો: યુવતીના મોત પર પરિવારે સંભલ પોલીસ પાસે નોંધાવી ફરિયાદ, ઝીશાન અને રિયાઝની ધરપકડ

    સંભલમાં એક મુસ્લિમ યુવક ઝીશાન તેની સાથે કામ કરતી હિંદુ યુવતી નિકિતા પર નિકાહ કરવાનું દબાણ કરી રહ્યો હતો. જ્યારે યુવતીએ નિકાહ કરવાની ના પાડી ત્યારે તેણે નિકિતાને છત પરથી નીચે ધક્કો મારી દીધો હતો. સારવાર દરમિયાન નિકિતા મૃત્યુ પામી હતી. ઝીશાન અને નિકિતા એક જ હોસ્પિટલમાં કામ કરતા હતા.

    ઝીશાન નિકિતા સાથે વાત પણ કરતો હતો. નિકિતા મુસ્લિમ સાથે લગ્ન કરવાની વિરુદ્ધ હતી. જ્યારે તેણે ના પાડી ત્યારે 11 માર્ચ, 2025ના રોજ, તેણે નિકિતાને હોસ્પિટલની છત પરથી ધક્કો મારી દીધો હતો. આ દરમિયાન તેણે હોસ્પિટલના CCTV પણ બંધ કરી દીધા હતા. આ કામમાં કમ્પાઉન્ડર રિયાઝે તેને મદદ કરી હતી.

    આ ઘટના બાદ નિકિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. તેની સારવાર કરવામાં આવી પણ તેને બચાવી શકાઈ નહીં. ત્યારપછી પરિવારના સભ્યોએ આ મામલે FIR નોંધાવી હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે નિકિતાની હત્યા કરતા પહેલાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

    આ કેસમાં સંભલના હિંદુ સંગઠનોએ પણ વિરોધ કર્યો હતો અને ઝીશાનને ફાંસી આપવાની માંગ કરી હતી. કાર્યવાહી કરતા પોલીસે ઝીશાન અને રિયાઝની ધરપકડ કરી છે. તેની સામે કેસ નોંધીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.