બિહારના જમુઈની (Jamui, Bihar) એક હિંદુ યુવતીનું જીવન કુશીનગરના શમશેર અંસારી (Shamsher Ansari) ઉર્ફે ટાઇગરે લવ જેહાદ (Love Jihad) કરીને બરબાદ કરી દીધું. પાંચ વર્ષ પહેલાં, ટાઇગરે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું, પોતાને હિંદુ તરીકે રજૂ કર્યો અને તેને પ્રેમની જાળમાં ફસાવી. તેણે છોકરીને લગ્નના બહાને છેતરીને પોતાની પાસે રાખી. પાછળથી આધાર કાર્ડ પરથી સત્ય બહાર આવ્યું કે તેનું સાચું નામ શમશેર હતું. છોકરી સત્ય જાણીને ચોંકી ગઈ.
અહેવાલો અનુસાર, શમશેરે કહ્યું, “જો પહેલા સાચું કહ્યું હોત, તો તું મારી સાથે ન આવી હોત.” પછી તેણે તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું, ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું અને તેને માર મારવાનું શરૂ કર્યું. છોકરી ગર્ભવતી થઈ, છતાં તેણે હિંમત ન હારી. બાળકને જન્મ આપ્યા પછી, તે શમશેરથી બચીને ભાગી ગઈ અને કુશીનગરના એસપી સંતોષ મિશ્રાને અપીલ કરી. તેણે જણાવ્યું કે શમશેરે તેને બુરખો પહેરવાની, નમાજ પઢવાની અને એસિડથી હુમલો કરવાની ધમકી આપી હતી. એસપીએ તાત્કાલિક કેસ નોંધ્યો.
जनसुनवाई के दौरान प्राप्त प्रार्थना पत्र का संज्ञान लेकर थाना विशुनपुरा पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत कराते हुए अभियुक्त को गिरफ्तार कर लिया गया है। उक्त के संबंध में क्षेत्राधिकारी तमकुहीराज की बाईट- #uppolice pic.twitter.com/uSI03kXR6R
— Kushinagar Police (@kushinagarpol) April 5, 2025
તમકુહિરાજના સીઓ અમિત સક્સેનાએ જણાવ્યું હતું કે શમશેર વિરુદ્ધ વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 69, 191(2), 115(2), 352 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધો.