Thursday, March 27, 2025
More

    જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓ ઠાર, સેના-કાશ્મીર પોલીસે ચલાવ્યું સંયુક્ત ઑપરેશન

    જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક વિશેષ ઑપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓ ઠાર કર્યા છે. શનિવારે (5 ઑક્ટોબર) આ બાબતની જાણકારી આપવામાં આવી. 

    આ કાર્યવાહી કુપવાડાના ગુગલધારમાં કરવામાં આવી. સેનાએ આતંકી ગતિવિધિઓની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને એક વિશેષ ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાત્રિથી શરૂ કરેલા ઑપરેશનમાં સવાર સુધીમાં બે આતંકવાદીઓ ઠાર કરી દેવામાં આવ્યા હતા. 

    તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને ગોળા-બારૂદ મળી આવ્યા હોવાનું સેનાએ જણાવ્યું છે. આ ઑપરેશનને ‘ઑપરેશન ગુગલધાર’ નામ આપવામાં આવ્યું હતું. હાલ પણ સર્ચ ઑપરેશન ચાલી જ રહ્યું છે. 

    ભારતીય સેનાની પાંખ ચિનાર કોર્પ્સે એક અધિકારિક નિવેદનમાં જણાવ્યું કે, 4 ઑક્ટોબરના રોજ ઘૂસણખોરી કરવામાં આવી હોવાના ઈન્ટેલિજન્સ ઇનપુટ બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુપવાડામાં સંયુક્ત ઑપરેશન લૉન્ચ કર્યું. સુરક્ષાકર્મીઓએ શંકાસ્પદ ગતિવિધિઓ જોતાં કાર્યવાહી કરી હતી, ત્યારબાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જાણકારી મધ્ય રાત્રિએ અપાઈ હતી. ત્યારબાદ સવારે 2 આતંકીઓ ઠાર મરાયા હોવાનું જણાવવામાં આવ્યું.