Tuesday, March 18, 2025
More

    જમ્મુ કાશ્મીર ચૂંટણી: શરૂઆતનાં વલણોમાં NC ગઠબંધન આગળ, ભાજપને 28 બેઠકો પર લીડ

    જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો (Results) જાહેર થઈ રહ્યાં છે. જે અનુસાર, પ્રાથમિક રૂઝાનો જોઈએ તો નેશનલ કૉન્ફરન્સ કાશ્મીરમાં આગળ છે. જ્યારે બીજા ક્રમે ભાજપ આગળ છે.

    કાશ્મીર ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, એનસી ગઠબંધન હાલ 47 બેઠકો પર આગળ છે. જેમાંથી 39 બેઠકો પર નેશનલ કૉન્ફરન્સ અને 8 બેઠકો પર કોંગ્રેસને બહુમતી મળતી જણાય રહી છે.

    ભાજપ કાશ્મીરમાં 28 બેઠકો પર આગળ છે. જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી ચાર બેઠકો અને અપક્ષ ઉમેદવારો આઠ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

    જોકે આ શરૂઆતનાં વલણો છે. સ્પષ્ટ પરિણામો આવતાં હજુ થોડા કલાક રાહ જોવી પડશે.

    કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બહુમતી માટે 46 બેઠકો આવશ્યક છે. એ પણ ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે 2019માં આર્ટિકલ અને 370 હટાવાયા બાદ આ પ્રથમ ચૂંટણી છે.