Saturday, March 15, 2025
More

    ટ્રક ટમેટાનો…. અંદર ભર્યા હતા ગૌવંશ…: જમ્મુ કાશ્મીરમાં ગૌતસ્કરીનો વધુ એક મામલો આવ્યો સામે

    જમ્મુ-કાશ્મીરમાં પંજાબમાંથી પશુઓની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. લખનપુર પોલીસે ટામેટાં ભરેલા ટ્રકની આડમાં જમ્મુ-કાશ્મીર લઈ જવાતી 18 ગાયોને મુક્ત કરાવી છે. તસ્કરોએ ગૌવંશને ટામેટાના ક્રેટ પાછળ સંતાડી દીધા હતા. પોલીસે ટ્રક કબજે કરી તસ્કરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી થયું. આ પ્રદેશમાંથી અવારનવાર ગૌવંશની તસ્કરીના કિસ્સા સામે આવતા હોય છે. હાલનો આ કિસ્સો તદ્દન નવી આઈડિયા લગાવીને કરવામાં આવ્યો છે.