જમીયત-ઉલેમા-એ-હિંદ ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ UCC વિરુદ્ધ કોર્ટમાં જશે. પહેલાં હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવશે, પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવશે. આ જાહેરાત જમીયતના વડા મૌલાના અરશદ મદનીએ કરી છે. તેમણે UCC કાયદાને શરિયા અને મઝહબની વિરુદ્ધ ગણાવ્યો છે.
મૌલાના મદનીએ કહ્યું છે કે, UCC કાયદો મુસ્લિમોને સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું છે કે, મુસ્લિમો ફક્ત શરિયાનું પાલન કરશે અને તેમાં છેડછાડ સહન નહીં કરે. તેમણે દાવો કર્યો છે કે, આ UCC મુસ્લિમોના ધાર્મિક અધિકારો પર હુમલો છે.
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરી, 2025ના રોજ UCC કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રિપલ તલાક અને ચાર નિકાહ જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.