Wednesday, December 4, 2024
More

    ‘જુમ્માની નમાજ બાદ મહાવિકાસ આઘાડીને મત આપવા માટે થયું એલાન’: જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષે કહ્યું- ઉદ્ધવ ઠાકરે બનવા જોઈએ મુખ્યમંત્રી

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મુસ્લિમ સંગઠન જમિયત-એ-ઉલેમા હિન્દના અધ્યક્ષ સિરાજુદ્દીને ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ અને તેમનું સંગઠન ઇચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. 

    તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે 20 તારીખે વધુમાં વધુ લોકો મત આપે અને 23 તારીખે પરિણામ આવે તો તમામ પરિણામો મહાવિકાસ આઘાડીના પક્ષમાં જ આવે. MVAના પક્ષમાં પરિણામ આવવાનો શ્રેય ઉદ્ધવ ઠાકરેને જ જશે. 

    સિરાજુદ્દીને કહ્યું કે, અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કે ઉદ્ધવ ઠાકરે ફરીથી મુખ્યમંત્રી બને અને સીએમ બન્યા બાદ અમારી તમામ સમસ્યાઓનું સમાધાન લાવે. 

    સાથે તેમણે ગર્ભિત ધમકી આપતાં કહ્યું કે, મુસલમાન નબી વિરુદ્ધ કોઈ ગુસ્તાખી સહન નહીં કરે એને એવા મુસ્લિમો જે ભાજપ, શિંદે કે અજિત પવારની પાર્ટીમાં છે, તેમનો બહિષ્કાર કરવામાં આવવો જોઈએ. 

    તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે જુમ્માની નમાજ બાદ મહારાષ્ટ્રભરમાં મુસ્લિમ સંગઠનો અને મૌલાનાઓ તરફથી મહાવિકાસ આઘાડી અને ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી.