Tuesday, March 25, 2025
More

    જામિયા મિલિયા ઈસ્લામિયાએ વિદ્યાર્થીઓને આપી ચેતવણી: નહીં કરી શકાય કોઈ બંધારણીય મહાનુભાવ સામે પ્રદર્શન કે ધરણાં

    જામિયા મિલિયા ઇસ્લામિયાએ (JMI-Jamia Millia Islamia) વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તંત્રની પૂર્વ પરવાનગી વિના સૂત્રોચ્ચાર (raising slogans) કરવા અથવા વિરોધ પ્રદર્શન (protests) કરવા સામે ચેતવણી આપી છે, અને કહ્યું છે કે ‘ભંગ કરનાર’ વિદ્યાર્થીઓ સામે ‘શિસ્તભંગ’ પગલાં લેવામાં આવશે.

    29 નવેમ્બરના રોજ એક ઓફિસ મેમોરેન્ડમમાં, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે વિરોધ પ્રદર્શન, ખાસ કરીને જેઓ બંધારણીય મહાનુભાવો (constitutional dignitaries) અથવા બંધારણીય સંસ્થાઓને (law enforcement agencies) નિશાન બનાવે છે, તેને ઔપચારિક સંમતિ વિના મંજૂરી નથી.

    આ આદેશ વિદ્યાર્થીઓના તે પ્રદર્શનના જવાબમાં આવ્યો છે જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી કોઈપણ પ્રવૃત્તિઓ તેના શૈક્ષણિક વાતાવરણ સાથે સુસંગત નથી અને તેને ટાળવી જોઈએ.

    યુનિવર્સિટીએ આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી. ફેકલ્ટી સભ્યો અને વિભાગના વડાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિદ્યાર્થીઓને આ નિર્દેશો જણાવે.