લંડનમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની (S. Jaishankar) કાર રોકનારા વિરોધીઓ સામે ભારતમાં કડક કાર્યવાહી થઈ શકે છે. કહેવાઈ રહ્યું છે ભારતીય તપાસ એજન્સીઓ આ ખાલિસ્તાની સમર્થકોની (Khalistan Supporters) તપાસ કરી રહી છે, જેમણે વિદેશમંત્રીની સમક્ષ ભારતીય ધ્વજનું (Indian Flag) અપમાન કર્યું હતું.
અહેવાલ અનુસાર વાયરલ થયેલ વિડીયો ફૂટેજના આધારે ખાલિસ્તાનીઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તપાસ એજન્સીઓને એવી શંકા છે કે થોડા મહિના પહેલાં બ્રિટનમાં ભારતીય હાઈકમિશન સામે જે હિંસક પ્રદર્શન થયું હતું તેમાં સામેલ કેટલાક લોકો આ વિડીયોમાં હોય શકે છે.
જો કોઈ વિરોધીનું નામ જયશંકર સામેના પ્રદર્શનમાં પણ સામે આવશે તો તેમની સંપત્તિઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિઓ જપ્ત પણ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ એસ. જયશંકર બ્રિટનના પ્રવાસ પર હતા તે દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કહેવાઈ રહ્યું છે આમાંથી કોઈની પણ સંડોવણી એસ. જયશંકરની કારને રોકવામાં હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. NIA બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન સામે જે હિંસક પ્રદર્શન થયું હતું તે અંગે તપાસ કરી રહ્યું છે.