Thursday, March 6, 2025
More

    ‘તેઓ ભારતના સપૂત હતા’: રતન ટાટાના નિધન બાદ ઇઝરાયેલી PM નેતન્યાહુએ શ્રદ્ધાંજલિ પાઠવી

    અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શોક સંદેશ પાઠવ્યો છે. 

    નેતન્યાહુએ પીએમ મોદીને સંબોધીને લખ્યું કે, ‘હું અને ઇઝરાયેલના નાગરિકો રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કરીએ છીએ.’

    ‘તેઓ ભારતના એક મહાન સપૂત હતા અને બંને દેશો વચ્ચેની મિત્રતાના ખરા ચેમ્પિયન હતા.’ તેમ લખિહ્ને નેતન્યાહુ ઉમેરે છે કે, ‘રતન ટાટાના પરિવારને મળી સાંત્વના પાઠવશો.’ 

    ઉલ્લખેનીય છે કે રતન ટાટાનું નિધન 10 ઑક્ટોબરની રાત્રે મુંબઈમાં થયું. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બીજા દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 

    રતન ટાટાના નિધન બાદ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને તેમના જીવનને, કામોને યાદ કરવામાં આવ્યાં હતાં.