Thursday, April 24, 2025
More

    ગાઝાની નાસ્સેર હોસ્પિટલમાં છુપાયો હતો હમાસનો આતંકી ઇસ્માઇલ બરહૌમ, ઇઝરાયેલે હુમલો કરીને પહોંચાડ્યો જહન્નમ

    ઇઝરાયેલ (Israel) તેના નાગરિકોને છોડાવવા માટે પૂર જોશમાં પ્રયત્ન કરી રહ્યું છે. યુદ્ધવિરામ પૂર્ણ થયા પછીથી જ તેણે ગાઝા (Gaza Strip) પર હુમલો કરી દીધો હતો. તાજેતરમાં દક્ષિણ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ નાસ્સેર હોસ્પિટલમાં હમાસનો એક આતંકી સંતાયો હોવાની ખબર મળતા જ ઇઝરાયલે ત્યાં હુમલો (Attack on Nasser Hospital) કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે.

    અહેવાલ અનુસાર ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાને કારણે હોસ્પિટલના સર્જિકલ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત આ હુમલામાં હમાસ પોલિટબ્યુરો સભ્ય ઇસ્માઇલ બરહૌમનું (Ismail Barhoum Death) મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું.

    ઇઝરાયલની સેનાએ આ હુમલાનો સ્વીકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેણે હોસ્પિટલમાંથી કાર્યરત હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. જોકે, હમાસે દાવો કર્યો હતો કે બરહૌમ ખાન આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.

    અહેવાલ અનુસાર ઇઝરાયેલે ગત અઠવાડિયે જે હવાઈ હુમલા કર્યા હતા તેમાં ઇસ્માઇલ ઘાયલ થયો હતો અને આ હોસ્પિટલમાં ભરતી થયો હતો. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાર્યરત હમાસના એક અગ્રણી સભ્ય પર હુમલો કર્યો હતો.