Monday, July 14, 2025
More

    ‘ઈરાનથી સુરક્ષિત દિલ્હી લાવ્યા એ બરાબર, પણ દિલ્હીથી કાશ્મીર જવા બસ નહીં પ્લેન આપો’: ભારત સરકારે એરલિફ્ટ કરેલ કાશ્મીરી વિદ્યાર્થીઓની VVIP માંગ

    સતત સાત દિવસથી ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ (Israel-Iran conflict) ચાલી રહ્યો છે અને હાલ તે થંભવાની શક્યતા નથી દેખાય રહી, કારણ કે બંને કટ્ટર હરીફોએ એકબીજા પર મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. તણાવ દરમિયાન ઘણા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) ઈરાનમાં ફસાયા હતા. વિદ્યાર્થીઓને બચાવવા (rescued) માટે, ભારત સરકારે પહેલા તેમને જમીની સરહદ દ્વારા આર્મેનિયા લવાયા અને પછી ત્યાંથી તેમને ભારત પાછા લાવવા માટે ફ્લાઇટ્સનું આયોજન કરી એરલિફ્ટ કાર્ય હતા.

    ચાલુ યુદ્ધને કારણે ઈરાનમાં હવાઈ ક્ષેત્ર બંધ છે અને ફસાયેલા વિદ્યાર્થીઓને જમીન સરહદ દ્વારા બહાર કાઢવા પડ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઘરે પાછા ફરવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાથી ખુશ નથી દેખાય રહ્યા. કાશ્મીરની એક વિદ્યાર્થીની શેખ અફસાએ કહ્યું કે તેઓ થાકી ગયા છે અને મુસાફરીના છેલ્લા તબક્કામાં બસ દ્વારા ઘરે પાછા ફરવું તેમના માટે મુશ્કેલ બનશે.

    તેણે વધુમાં કહ્યું કે તેમને આપવામાં આવેલી બસો ખરાબ હાલતમાં હતી. તેણે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને તેમની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.

    સાથે કાશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીઓના અન્ય એક ગ્રુપે પણ વિડીયો બનાવીને માંગ કરી હતી કે તેઓને બસથી નહીં પરંતુ ફ્લાઇટથી કાશ્મીર મોકલવામાં આવે.