Saturday, April 26, 2025
More

    સીઝફાયર વચ્ચે ઇઝરાયેલે ગાઝા પર વરસાવ્યા તાબડતોડ બૉમ્બ: એરસ્ટ્રાઇકમાં હમાસના સુરક્ષા અધિકારી મહમુદ અબુ સહિત 200થી વધુના મોત

    ઇઝરાયેલે સીઝફાયર વચ્ચે જ ગાઝા પર તાબડતોડ બૉમ્બ વરસાવ્યા છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, મંગળવારે (18 માર્ચ) સવારે ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાં પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે, ઇઝરાયેલે માર્યા ગયેલા આતંકીઓના આંકડા જારી કર્યા નથી. પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, 200થી વધુ માર્યા ગયા છે.

    રોયટર્સે હમાસ મીડિયાના હવાલાથી જણાવ્યું છે કે, ગાઝા પર ઇઝરાયેલી હુમલામાં સિનિયસ હમાસ સિક્યુરિટી અધિકારી મહમુદ અબુ માર્યો ગયો છે. AP ન્યૂઝ અનુસાર, ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલામાં 235 જેટલા લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ પણ થયા છે.

    બીજી તરફ ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે, તેમણે સેનાને ગાઝામાં હમાસ વિરુદ્ધ ‘કડક કાર્યવાહી’ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે પેલેસ્ટિયન આતંકી સંગઠન દ્વારા બંધકોને છોડવામાં આવ્યાનો ઇનકાર કરવા અને યુદ્ધવિરામ પ્રસ્તાવનો અસ્વીકાર કરવાના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે.