Saturday, June 21, 2025
More

    બૈરુતમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇકમાં 9નાં મોત: દક્ષિણ લેબનાનમાં પણ ચાલી રહી છે જમીની લડાઈ

    લેબનોનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, બેરૂતના બાચૌરા વિસ્તારમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 14 અન્ય ઘાયલ થયા છે. હિઝબુલ્લાહ સાથે ઇઝરાયેલનો સંઘર્ષ શરૂ થયો ત્યારથી રાજધાનીની અંદર આ બીજો અને સૌથી ઘાતક હવાઇ હુમલો હતો.

    રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ વિડીયોમાં બેરૂતમાં મોટો વિસ્ફોટ જોવા મળે છે. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે લેબનીઝ રાજધાની પર ‘પ્રિસાઇઝ અટેક’ કાર્યો છે. વિસ્ફોટનું ફિલ્માંકન સિન અલ ફિલ, લેબનોનથી કરવામાં આવ્યું હતું.

    આ હુમલો જ્યાં થયો તે હિઝબુલ્લાહના આતંકીઓ જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગ હોવાનું માનવામાં આવે છે અને તે હિઝબોલ્લા સાથે સંકળાયેલા મેડિકલ સેન્ટરનું મુખ્ય મથક હોવાનું પણ માનવામાં આવે છે.