ભાગેડુ ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈકનું X અકાઉન્ટ ભારતમાં વિથહેલ્ડ કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે ભારતમાં આ અકાઉન્ટની ગતિવિધિઓ પ્રતિબંધિત થઈ ગઈ છે. શુક્રવારે (4 ઑક્ટોબર) આ જાણકારી બહાર આવી.
તે X પર @drzakiranaik નામથી અકાઉન્ટ ચલાવે છે, જેની ઉપર ભાષણોની જેમ જ ભારતવિરોધી અને હિંદુવિરોધી ઝેર ઠાલવતો રહેતો હતો અને દેશવિરોધી પ્રોપગેન્ડાને હવા આપતો રહેતો હતો.
આ અકાઉન્ટ પર હવે ‘વિથહેલ્ડ’નો સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે. સાથે લખવામાં આવ્યું છે, ‘ભારતમાં કાયદાકીય કાર્યવાહીના કારણે આ અકાઉન્ટ રોકી દેવામાં આવ્યું છે.’

આ કાર્યવાહી એવા સમયે થઈ જ્યારે ઝાકિર નાઈક પાકિસ્તાનના પ્રવાસે છે અને અહીંનાં શહેરોમાં ફરીને ભાષણો આપી રહ્યો છે. તેનું પાકિસ્તાની સરકારે રીતસર સ્વાગત પણ કર્યું હતું અને ત્યાંના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ તે મુલાકાત કરી આવ્યો હતો.
ઝાકિર નાઈક વિરુદ્ધ ભારતમાં મની લોન્ડરિંગ સહિતના કેસ ચાલી રહ્યા છે, જેને લઈને તે ભાગેડુ પણ જાહેર થઈ ચૂક્યો છે. અહીંથી ભાગીને તે મલેશિયા ગયો હતો, જ્યાં હાલ રહે છે.