Tuesday, February 25, 2025
More

    ઈશા અંબાણીએ લગાવી મહાકુંભમાં ડૂબકી: નૂપુર શર્માએ કર્યો ‘હર હર મહાદેવ… હર હર ગંગે’નો જયઘોષ

    પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં (Prayaraj Mahakumb 2025) દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ડૂબકી લગાવી રહી છે. ત્યારે હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ (Isha Ambani) પણ મહાકુંભની મુલાકાત લીધા હતી.

    ઈશા અંબાણી 25 ફેબ્રુઆરીના રોજ મહાકુંભ ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર કુંભમાં ડૂબકી લગાવી ચૂક્યો છે. ત્યારે હવે ઈશા અંબાણીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને પ્રાર્થના કરી હોવાનો વિડીયો સામે આવ્યો હતો.

    આ ઉપરાંત ભાજપ નેતા નૂપુર શર્માએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. 25 ફેબ્રુઆરીએ નૂપુર શર્મા મહાકુંભમાં પહોંચ્યા હતા તથા તેમણે ત્રિવેણી સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી હતી.

    ડૂબકી લગાવ્યા બાદ તેમણે ‘હર હર મહાદેવ…હર હર ગંગે’નો જયઘોષ કર્યો હતો. આ પહેલાં 24 ફેબ્રુઆરીએ બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા સાથે મહાકુંભમાં પહોંચી હતી. તેણે પુત્રી સાથે સંગમમાં સ્નાન કર્યા બાદ સાંજની ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.