Monday, July 14, 2025
More

    ‘US એર સ્ટ્રાઇક્સમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ થયા બરબાદ’- ટ્રમ્પ બાદ હવે નેતન્યાહૂનો: હુમલો ફક્ત આંશિક રીતે સફળ થયો હોવાના અહેવાલોને નકાર્યા

    ઈરાની પરમાણુ સ્થળો (Iranian nuclear sites) પર અમેરિકાના (US Air Strikes) બોમ્બમારાથી થયેલી અસર અંગે વિરોધાભાસી અહેવાલો વચ્ચે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) બુધવારે કહ્યું કે આ હુમલાએ ઈરાનની પરમાણુ શસ્ત્રો (nuclear weapons) વિકસાવવાની ક્ષમતાને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધી છે.

    X પર એક પોસ્ટમાં, નેતન્યાહૂએ ઇઝરાયેલ પરમાણુ ઊર્જા પંચને ટાંકીને કહ્યું કે ફોર્ડો પર અમેરિકાના વિનાશક હુમલાએ સ્થળના મહત્વપૂર્ણ માળખાને નષ્ટ કરી દીધું અને સંવર્ધન સુવિધાને નિષ્ક્રિય બનાવી દીધી.

    તેમણે કહ્યું, “અમારું મૂલ્યાંકન છે કે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર અમેરિકન હુમલાઓ, ઈરાનના લશ્કરી પરમાણુ કાર્યક્રમના અન્ય ઘટકો પર ઇઝરાયલી હુમલાઓ સાથે, ઈરાનની પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ક્ષમતાને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધી છે. જો ઈરાનને પરમાણુ સામગ્રીની ઍક્સેસ ન મળે તો આ સિદ્ધિ અનિશ્ચિત સમય માટે ચાલુ રહી શકે છે.”

    આ એવા અહેવાલો વચ્ચે આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર અમેરિકાના હુમલાઓથી દેશના પરમાણુ કાર્યક્રમનો નાશ થયો નથી અને કદાચ તેને થોડા મહિનાઓ માટે જ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પેન્ટાગોનના એક કથિત લીક થયેલા અહેવાલને ટાંકીને, એવો દાવો કરવામાં આવ્યો હતો કે બોમ્બ ધડાકામાં ઈરાનનો સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર ખતમ થયો ન હતો. જેને હવે અમેરિકા બાદ ઇઝરાયેલે પણ ફગાવી દીધો છે.