ઈરાન અને ઇઝરાયેલ (Iran Israel conflict) વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા ભયંકર સંઘર્ષ બાદ અમેરિકાની (United States) કથિત મધ્યસ્થીથી બંને દેશોએ સીઝફાયર જાહેર કર્યું હતું. આ પહેલા અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ (Nuclear sites) પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. જેના બદલામાં ઈરાને પણ કતર સ્થિત અમેરિકી એરબેઝ પર મિસાઈલો તાકી હતી. અમેરિકાએ બંને દેશોને યુદ્ધ વિરામ કરવા અને ઈરાનને પરમાણું પરીક્ષણ રોકવા માટે કહ્યું હતું.
ત્યારે હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઘોષણા કરી છે કે, તેઓ પરમાણું પરીક્ષણના કાર્યક્રમને બંધ નહિ કરે. તેઓ યુરેનિયમ સંવર્ધન પર ફરીથી કામ શરૂ કરીશે અને કોઈપણ સંજોગોમાં આ કાર્યક્રમને રોકશે નહિ. વધુમાં તેમણે કહ્યું કે, “આ ટેકનોલોજી મેળવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારા વૈજ્ઞાનિકોએ આના માટે બલિદાન આપ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, સીઝફાયરની જાહેરાત બાદ ઈરાનની રાજધાની તેહરાનમાં ઈરાની સેના અને લોકો દ્વારા વિજય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જયારે ઈઝરાયેલે પણ યુદ્ધમાં પોતાનો વિજય થયો હોવાની ઘોષણા કરી જીતની ઉજવણી કરી હતી.