Monday, March 31, 2025
More

    મેરઠમાં ઈદની નમાજ બાદ સામસામે આવી ગયા મુસ્લિમો, લાઠીદંડા બાદ થયું અંધાધૂંધ ફાયરિંગ: 5ની ધરપકડ, વિડીયો વાયરલ

    ઉત્તર પ્રદેશના મેરઠમાં સિવાલખાસ શહેરમાં ઈદની નમાજ પછી મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજા પર લાકડીઓથી હુમલો કર્યો હતો, પછી પથ્થરમારો થયો અને વચ્ચે ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. આ સમગ્ર ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, કેટલાક તો લોહીલુહાણ પણ થઈ ગયા હતા. હિંસાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    ઘટનાની માહિતી મળતાં જ જાની પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, મારામારીમાં ઘાયલોને સામાન્ય ઈજાઓ થઈ છે. પરિસ્થિતિ ગંભીર નથી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લીધી છે. આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    SP રાકેશ કુમારે જણાવ્યું છે કે, રવિવારના (30 માર્ચ 2025) રોજ સિવાલખાસના રહેવાસી ઝાહિદનો બજારમાં નાઝિમ સાથે ઝઘડો થયો હતો. તે સમયે મામલો નિયંત્રણમાં હતો. સોમવારે ઈદની નમાજ પછી બંને રસ્તા પર સામસામે આવી ગયા. બંને પક્ષના મોટી સંખ્યામાં લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. ગોળીબાર પણ થયો. જોકે, હજુ સુધી કોઈને ગોળી વાગી હોવાના અહેવાલ નથી.