Thursday, March 20, 2025
More

    ‘જેલમાં ના જવું હોય તો, મારી સાથે….’: ઈન્સ્પેક્ટર બલાલ ખાને મહિલા પાસે કરી બીભત્સ માંગણી, બિહારનો વિડીયો થયો વાયરલ

    બિહારના સમસ્તીપુર (Samastipur, Bihar) જિલ્લાના પટોરી પોલીસ સ્ટેશનમાં તૈનાત ઈન્સ્પેક્ટર મોહમ્મદ બલાલ ખાન (Balal Khan) પર ગેરવર્તણૂક અને છેડતીના ગંભીર આરોપો છે. ઇન્સ્પેક્ટરની તપાસ હેઠળના એક કેસમાં જેનો પરિવાર આરોપી હતો તે યુવતીએ તેના પર શારીરિક છેડતીનો (sexual favors) આરોપ મૂક્યો છે.

    મહિલાના જણાવ્યા અનુસાર, ઈન્સ્પેક્ટર ખાને આ કેસને લઈને શરૂઆતમાં મહિલાનો ફોન પર સંપર્ક કર્યો અને પછી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. ત્યારબાદ તેણે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી અને પછી કેસની વધુ ચર્ચા કરવાની આડમાં તેને પોતાના ભાડાના ઘરમાં લઈ ગયો. ત્યાં, તેણે કથિત રીતે અશ્લીલ ચેડા કર્યા અને તેની કાનૂની બાબતોમાં મદદનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો.

    આરોપી ઈન્સ્પેક્ટરે મહિલાને ધમકી આપી હતી કે જો તે તેની જાતીય માંગ પૂરી નહીં કરે તો તેને અને તેના સમગ્ર પરિવારને જેલમાં મોકલી દેવામાં આવશે. આરોપી નિરીક્ષક, જેને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેણે તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મહિલા તેની વિરુદ્ધ વાર્તા ઘડી રહી છે.