Thursday, March 13, 2025
More

    સોનાની સજાવટ, શાહી ચીજવસ્તુઓ…આંધ્રના પૂર્વ સીએમ જગનનો ₹500 કરોડનો દરિયાઈ મહેલ ચર્ચામાં, સામે આવ્યાં અંદરનાં દ્રશ્યો- વિડીયો

    દિલ્હીના ‘શીશમહેલ’ બાદ હવે આંધ્ર પ્રદેશના ‘દરિયાઈ મહેલ’ની પણ ભારે ચર્ચા થવા લાગી છે. દરિયાની સામે 10 એકરમાં ફેલાયેલો આ બંગલો આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો છે. જેની કિંમત લગભગ ₹500 કરોડ હોવાનું કહેવાય રહ્યું છે. આ બંગલો વિશાખાપટ્ટનમના રુશિકોંડામાં આવેલો છે.

    વિશાખાપટ્ટનમના રુશિકોંડાની પહાડીમાં સ્થિત બંગલો 10 એકરના ચાર બ્લોકમાં પથરાયેલો છે. આ મહેલ પહેલાં જગન મોહન રેડ્ડીનું કાર્યાલય અને આવાસ પણ હતો. આ પેલેસની આસપાસ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ મોટાપાયે બનાવવામાં આવ્યું છે. હવે તેનો ઇનસાઈડ વિડીયો સામે આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેલમાં સોનાની સજાવટ કરવામાં આવી છે. વિડીયોમાં પણ જોઈ શકાય છે કે, મહેલની અંદર ‘શાહી’ ચીજ વસ્તુઓ જોવા મળી રહી છે. જેને જોતાં તે મોંઘીદાટ વસ્તુઓ હોવાનું કહેવાય રહ્યું છે.