Monday, June 23, 2025
More

    કાશ્મીરથી સુરક્ષા દળોની માહિતી મોકલાઈ રહી હતી પાકિસ્તાન, SIAએ 20 સ્થળોએ પાડ્યા દરોડા: લશ્કર-જૈશના ઈશારે દેશવિરોધી કાર્ય કરતા અનેક સ્થાનિક મુસ્લિમો પકડાયા

    જમ્મુ અને કાશ્મીરની (Jammu and Kashmir) રાજ્ય તપાસ એજન્સીએ (SIA) રવિવારે (11 મે, 2025) દક્ષિણ કાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ એપ જેવી મેસેજિંગ એપ્સ દ્વારા સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થળોની સંવેદનશીલ માહિતી દુશ્મન દેશમાં શેર કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર, SIAએ ઘણા સ્થાનિક લોકોની અટકાયત કરી અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. એજન્સીનું કહેવું છે કે આ લોકો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) ઈશારે ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા હતા. આ દરોડા પુલવામા, શોપિયા, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં પાડવામાં આવ્યા હતા.

    આ કેસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધવામાં આવ્યો છે. SIA એ જણાવ્યું હતું કે આ આતંકવાદી કાવતરાઓ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમજ સામાજિક અશાંતિ અને સાંપ્રદાયિક દ્વેષ ફેલાવી રહ્યા હતા. તપાસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ ચાલુ છે.