Wednesday, June 25, 2025
More

    ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા 13 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં, ગુરુગ્રામ જઈને કોલકાતા પોલીસે કરી હતી ધરપકડ

    કોલકાતા પોલીસ ગુરુગ્રામ આવીને ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠાની ધરપકડ કરી ગયા બાદ તેને શનિવારે (31 મે) કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેની 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી મંજૂર કરી છે. પોલીસે રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ નકારી દેવામાં આવી. 

    શર્મિષ્ઠાના વકીલ મોહમ્મદ સમીમુદ્દીને જણાવ્યું કે, “અમે જમીન અરજી રજૂ કરી છે, જે કોર્ટે સાંભળી પણ ખરી. પ્રોસિક્યુશન તરફથી પોલીસ કસ્ટડી માટે માંગ કરવામાં આવી હતી, જે રદ કરી દેવામાં આવી છે. આરોપીને 13 જૂન 2025 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.”

    વકીલ અનુસાર પોલીસે શર્મિષ્ઠાના મોબાઇલ અને લેપટોપ જપ્ત કરી લીધા છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાન સાથેના સરહદીય સંઘર્ષ દરમિયાન શર્મિષ્ઠાએ અમુક વિડીયો બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાનીઓને ભાંડ્યા હતા, પણ તેના અમુક વિડીયોને ફેલાવીને એવું ચાલુ કરવામાં આવ્યું કે તેણે મુસ્લિમોનું અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. ત્યારબાદ દેશભરમાંથી તેને ધમકીઓ મળવા માંડી. જેના કારણે તેણે માફી પણ માંગી લીધી હતી. 

    તેમ છતાં કોલકાતા પોલીસ 30 મેના રોજ ગુરુગ્રામ ગઈ અને ત્યાંથી શર્મિષ્ઠાના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને કોલકાતા લઈ આવી હતી. હવે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે.