Sunday, November 10, 2024
More

    ભારતીય વિદ્યાર્થીનીએ Ph.D. કરવા ખર્ચ્યા ₹1 કરોડ, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેને બળજબરીથી કાઢી મૂકી: કારણ- શેક્સપિયર પરનું સંશોધન ના આવ્યું પસંદ

    બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ (University of Oxford) ચોથા વર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીનીને પીએચડી (PhD) પ્રોગ્રામમાંથી હાંકી કાઢી હતી. આ વિદ્યાર્થીની અંગ્રેજી કવિ શેક્સપિયર (William Shakespeare) પર સંશોધન કરી રહી હતી અને તેણે એડમિશન માટે ₹1 કરોડની ફી ચૂકવી હતી. ઓક્સફર્ડે તેને પરવાનગી વિના બીજા અનુસ્નાતક પ્રોગ્રામમાં મૂકી દીધી.

    તમિલનાડુની રહેવાસી લક્ષ્મી બાલક્રિષ્નન સાથે ઓક્સફર્ડે આ કર્યું છે. બાલકૃષ્ણન કહે છે કે તેની પાસે પહેલેથી જ બે ડિગ્રી છે અને તે બીજી ડિગ્રી લેવા માંગતી નથી પરંતુ પીએચડી કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીએ પણ તેમની અપીલ સ્વીકારી નથી.

    ઓક્સફર્ડે બાલકૃષ્ણનના સંશોધનને પીએચડી કક્ષાનું ન ગણવાને કારણે હટાવી દીધું છે. આ નિર્ણય બાદ બાલાકૃષ્ણને કહ્યું છે કે તેમને લાગે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.