Friday, April 25, 2025
More

    ‘મારો પીછો થાય છે… ડર લાગી રહ્યો છે..’: અમેરિકામાં ભારતીય મૂળના ટેક CEO પર હુમલાખોરોએ બે વખત મારવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો

    ભારતીય મૂળના (Indian-Origin) એક ટેક CEOએ (Tach CEO) દાવો કર્યો છે કે, રવિવારે (29 માર્ચ) અમેરિકામાં ફ્રાન્સિસ્કો સ્થિત તેમની હોટેલ પાસે તેમના પર બે વખત ગોળીઓ ચલાવવામાં આવી છે. ક્વાંટમ જેનરેટિવ મટેરિયલ્સના (GenMat) CEO દીપ પ્રસાદે X પર પોસ્ટ કરીને આ ઘટના વિશે જાણ કરી છે અને તેમણે પોલીસની કાર્યવાહી પર પણ શંકા વ્યક્ત કરી છે.

    વધુમાં તેમણે કહ્યું હતું કે, ગોળીઓનો અવાજ અને દારૂગોળાની ગંધ આવી હોવા છતાં પણ SF પોલીસે ઘટનાને આતશબાજી તરીકે વર્ણીત કરી છે. જેના કારણે CEOએ પોલીસની આ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો. તેમણે ઘટના વિશે કહ્યું હતું કે, સવારે કેટલાક હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો અને બે વખત ગોળીબાર કર્યો હતો.

    તેમણે વધુમાં કહ્યું કે, “હું હાલ પણ કાંપી રહ્યો છું.” તેમણે શહેર પોલીસ વિભાગની ટીકા કરી હતી અને ઘટનાને લઈને પોલીસની પ્રતિક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે, કોઈ તપાસ વિના જ પોલીસે આ ઘટનાને ફટાકડાનો કેસ ગણાવીને બેદરકારી દાખવી છે.