Friday, February 7, 2025
More

    ભારતીય મૂળના કશ્યપ પટેલ હશે અમેરિકન એજન્સી FBIના આગામી ડાયરેક્ટર, ટ્રમ્પની ઘોષણા

    અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના કશ્યપ પટેલ (કાશ પટેલ)ની પસંદગી કરી છે. ટ્રમ્પે સ્વયં આ બાબતની ઘોષણા કરી હતી. 

    સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે કહ્યું કે, કશ્યપ પટેલ FBIના આગામી ડાયરેક્ટર તરીકે પદભાર સંભાળશે. ટ્રમ્પે તેમને એક તેજસ્વી વકીલ ગણાવ્યા અને કહ્યું કે, તેઓ પણ ‘અમેરિકા ફર્સ્ટ’ માટે લડે છે અને પોતાની કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને ન્યાય માટે લડ્યા છે અને અમેરિકાના લોકોના હિતોની રક્ષા કરવા માટે તત્પર રહે છે. 

    ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ચર્ચા હતી કે કશ્યપ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવશે. પહેલાં તેમનું નામ CIAના ડાયરેક્ટર તરીકે ચર્ચામાં હતું, પરંતુ આખરે તેમને FBIની જવાબદારી સોંપવામાં આવી છે. 

    કશ્યપ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે. વ્યવસાયે વકીલ એવા કાશ પટેલે ભૂતકાળમાં ટ્રમ્પ સરકાર વખતે ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હતું. તેઓ તત્કાલિન એક્ટિંગ સેક્રેટરી ઑફ ડિફેન્સના ચીફ ઑફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે. 

    કશ્યપ પટેલ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.