Sunday, March 23, 2025
More

    ભારતીય મૂળના કશ્યપ પટેલ બન્યા FBI ડાયરેક્ટર, નિમણૂક પર અમેરિકન સેનેટની મહોર 

    મૂળ ગુજરાતના વડોદરાના કશ્યપ પટેલ ઉર્ફે કાશ પટેલ હવે અમેરિકાની સૌથી મોટી ફેડરલ એજન્સી FBI (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવશે. સેનેટ દ્વારા તેમની નિમણૂકને ઔપચારિક મંજૂરી આપી દેવામાં આવી છે. 

    ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને નેશનલ સિક્યુરિટી ક્ષેત્રે ટ્રમ્પની અગાઉની ટર્મમાં નોંધપાત્ર કામ કરનારા કાશ પટેલને ટ્રમ્પે આ વખતે FBI ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ યુએસના બંધારણ અનુસાર આ પદ માટે સેનેટની મંજૂરી આવશ્યક છે. જેથી મામલો સેનેટ પાસે પહોંચ્યો અને 51-49 સાથે કશ્યપ પટેલની નિમણૂકને લીલી ઝંડી આપવામાં આવી. 

    ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ્સે કાશ પટેલની નિમણૂકનો વિરોધ કર્યો હતો અને આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ ટ્રમ્પના રાજનીતિક શત્રુઓ સામે પ્રતિશોધની ભાવનાથી કાર્યવાહી કરી શકે છે. જોકે કશ્યપ પટેલે આ તમામ બાબતો નકારી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ રાજનીતિક વેરભાવથી કશું કરશે નહીં. તેમણે કહ્યું કે પોતે FBI ડાયરેક્ટર તરીકે એજન્સીને નવું સ્વરૂપ આપશે અને અનેક બદલાવ કરશે જેનાથી અમેરિકન લોકોને એજન્સી ઉપર ગર્વ થાય. 

    કશ્યપ પટેલ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.