Tuesday, March 18, 2025
More

    ખો ખો વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ ટીમે પેરુને અને મહિલા ટીમે ઈરાનને હરાવ્યું: બંનેએ બનાવી ક્વાર્ટરફાઇનલમાં જગ્યા

    ભારતીય પુરુષ (Indian men’s Team) ખો ખો ટીમે બુધવારે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પેરુને 70-38થી હરાવીને પ્રથમ ખો ખો વર્લ્ડ કપ 2025ના (Kho Kho World Cup 2025) ક્વાર્ટર ફાઇનલમાં (quarterfinal) પ્રવેશ મેળવ્યો છે. ભારતીય મહિલા ટીમે (women’s team) પણ પોતાનું વર્ચસ્વ બનાવી રાખ્યું અને બુધવારે ઈરાનને 84 પોઈન્ટથી હરાવીને 100-16થી મેચ જીતી લીધી હતી.

    ટુર્નામેન્ટમાં પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખતા, મેન ઇન બ્લુએ એક અદ્ભુત પ્રદર્શન સાથે પોતાની ચેમ્પિયનશિપ ઓળખ બતાવી હતી, જેમાં તેમની વ્યૂહાત્મક શ્રેષ્ઠતા અને એથ્લેટિક કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું.

    બાને ટીમોનું પ્રદર્શન જોતા કહી શકાય છે કે આ ખો ખોના આ પહેલા જ વિશ્વકપમાં ભારતીય ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિજેતા તરીકે ઉભરી આવી શકે તેવી પૂરી સંભાવના છે.