Thursday, July 17, 2025
More

    પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકૉપ્ટર ક્રેશ, ત્રણનાં મોત થયાં હોવાના સમાચાર

    પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવ ખાતે એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં રૂટિન એક્સરસાઈઝ દરમિયાન એક હેલિકૉપ્ટર ક્રેશ થઈ ગયું, જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયાની જાણકારી મળી રહી છે. 

    ઘટના રવિવારે (5 જાન્યુઆરી) બની. કોસ્ટ ગાર્ડનું એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર ધ્રુવ ક્રૅશ થઈ ગયું હતું. જેના કારણે આગ લાગી ગઈ. જેને બુઝાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. 

    ઘટનામાં ત્રણનાં મોત થયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.