Monday, June 23, 2025
More

    ‘ઑપરેશન હજુ ચાલુ છે’: ભારતીય વાયુસેનાની પોસ્ટથી ચર્ચા, કહ્યું– સમય આવ્યે જાણકારી અપાશે

    ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અને ત્યારબાદ થોડા સમયની શાંતિ બાદ ભારતીય વાયુસેનાની એક એક્સ પોસ્ટથી ફરી ચર્ચા શરૂ થઈ છે. 

    વાયુસેનાએ જણાવ્યું છે કે ઑપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું છે અને સમય આવ્યે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. 

    એક પોસ્ટમાં વાયુસેનાએ કહ્યું, “ભારતીય વાયુસેનાએ ઑપરેશન સિંદૂર હેઠળ તેને મળેલાં તમામ કાર્યો સફળતાપૂર્વક, પૂરેપૂરી ચોકસાઈ સાથે અને શિસ્તબદ્ધ રીતે પાર પાડ્યાં છે. ઑપરેશન દેશે નક્કી કરેલા ઉદ્દેશ્યોને અનુરૂપ, સુવિચારિત અને વિવકેપૂર્ણ રીતે હાથ ધરવામાં આવ્યાં છે.”

    આગળ કહેવામાં આવ્યું કે, ઑપરેશન હજુ ચાલી રહ્યાં છે, જેથી સમય આવ્યે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. IAF વિનંતી કરે છે કે અટકળો અને બિનસત્તાવાર માહિતી પ્રસારિત કરવાનું હાલ ટાળવામાં આવે.