ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ કેનેડાના (Canada) આરોપો પર સખત વિરોધ નોંધાવ્યો છે, અને ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) પર કરવામાં આવેલી ટિપ્પણીઓને ‘નિરાધાર અને વાહિયાત’ (absurd and baseless) ગણાવી છે. 1 નવેમ્બરે ભારતે આ મુદ્દે કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા બેજવાબદાર પગલાં ભારત-કેનેડા સંબંધો પર ગંભીર અસર કરી શકે છે.
India trashes Canada's allegations against Amit Shah as absurd and baseless https://t.co/LkyMprl2x6 #India #Canada
— Deccan Chronicle (@DeccanChronicle) November 2, 2024
વાસ્તવમાં, કેનેડાના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરિસને એક સમિતિને જણાવ્યું કે તેમણે વોશિંગ્ટન પોસ્ટને ગૃહ પ્રધાન અમિત શાહના નામની પુષ્ટિ કરી છે. આ સંદર્ભમાં ભારતે તેને અયોગ્ય રણનીતિ અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સાથે જયસ્વાલે કહ્યું કે કેનેડાએ ભારતીય કોન્સ્યુલર અધિકારીઓની જાસૂસી કરી છે, જે રાજદ્વારી (Diplomate) નિયમોનું ઉલ્લંઘન છે.
ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ ગયા વર્ષે ત્યારે શરૂ થઈ જ્યારે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં કથિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો.