તાજેતરમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય વિદ્રોહી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ હાઇજેક કરી લીધા બાદ પાકિસ્તાનીઓએ આદત મુજબ આરોપ ભારત પર લગાવી દીધો હતો. જેનો હવે ભારત સરકારે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.
Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025
🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, “પાકિસ્તાન દ્વારા જે પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે તેને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આખું વિશ્વ જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું એપીસેન્ટર ક્યાં છે. અન્ય પર આંગળી ઉઠાવવાના સ્થાને અને પોતાની નિષ્ફળતાઓ અને આંતરિક સમસ્યાઓ માટે અન્યોને જવાબદાર ઠેરવવાના સ્થાને પાકિસ્તાને પોતાની અંદર જોવાની તાતી જરૂરિયાત છે.”
ઉલ્લેખનીય છે કે ટ્રેન હાઈજેક બાદ પાકિસ્તાનના અમુક નેતાઓ અને પદાધિકારીઓએ દોષ ભારત પર નાખ્યો હતો અને BLAને મદદ કરવાના આરોપ લગાવ્યા હતા. જોકે તેમની પાસે પુરાવાના નામે કશું જ હોતું નથી.