Tuesday, June 24, 2025
More

    ‘આવી ફાલતુ હરકતોથી વાસ્તવિકતા નહીં બદલાય જાય’: અરુણાચલ પ્રદેશનાં સ્થળોનાં નામ બદલનાર ચીનને ભારત સરકારની ફટકાર

    અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારોનાં નામ બદલવાની ચીનની અવળચંડાઈ બાદ ભારત સરકારે વળતો જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે, આ રીતે નકામી સર્જનાત્મકતા બતાવીને નામો બદલ્યા કરવાથી કોઈ ફેર પડશે નહીં. 

    વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણવ્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે ચીને હજુ પણ ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશનાં અમુક સ્થળોનાં નામ બદલવાઈ વ્યર્થ અને હાસ્યાસ્પદ પ્રવૃત્તિ ચાલુ રાખી છે.”

    આગળ કહ્યું– “જેમ અમે આગળ પણ કહ્યું છે અને અમારું વલણ સ્પષ્ટ છે, અમે આવા પ્રયાસોનું સ્પષ્ટપણે ખંડન કરીએ છીએ. આ રીતે નકામી સર્જનાત્મકતા બતાવીને નામો બદલ્યા કરવાથી એ હકીકત બદલાય જતી નથી કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે.”

    ઉલ્લેખનીય છે કે ચીન કાયમ અરુણાચલ પ્રદેશ પર દાવો માંડતું આવ્યું છે, અને સમયે-સમયે આવી નામ બદલવાની અવળચંડાઈ કરતું રહે છે. જોકે તેનો વાસ્તવિક પરિસ્થિતિ પર ઝાઝો ફેર પડતો હોતો નથી. છતાં સરકાર રાજદ્વારી સ્તરે ડ્રેગનને ફટકારતી રહે છે.