Monday, March 3, 2025
More

    બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર હુમલા અને મંદિરમાં ચોરીની ઘટનાઓ પર ભારતનું કડક વલણ, કહ્યું- હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે સરકાર

    તાજેતરમાં દુર્ગા પૂજા દરમિયાન અસ્થિરતાનો સામનો કરતા પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને દુર્ગા પૂજા મંડપો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. જે મામલે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે અને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. 

    વિદેશ મંત્રાલયે એક અધિકારિક નિવેદનમાં કહ્યું કે, ‘ઢાકાના તાંતી બજાર વિસ્તારમાં પૂજા મંડપ પર થયેલ હુમલા અને જેશોરેશ્વરી કાળી મંદિરમાં થયેલ ચોરીની ઘટનાઓની અમે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.’

    આગળ કહેવામાં આવ્યું, ‘આ ઘટનાઓ દુઃખદ છે અને તેમાં એક ચોક્કસ પેટર્નથી મંદિરો અને દેવી-દેવતાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને આવી ઘટનાઓ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી છે.’

    ભારત સરકારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ ખાસ કરીને તહેવારોના સમયમાં તેમનાં પૂજાસ્થળોને સુરક્ષા પ્રદાન કરવા માટે જણાવ્યું હતું.