Monday, March 17, 2025
More

    ભારત-પાકિસ્તાન એકબીજાના દેશમાં નહીં રમે ક્રિકેટ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ‘ન્યુટ્રલ સ્થળો’ પર રમશેઃ ICCનો નિર્ણય

    ચેમ્પિયન્સ ટ્રોફી (The Champions Trophy) ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) આ ટૂર્નામેન્ટની મેચ રમવા માટે પાકિસ્તાન (Pakistan) નહીં જાય. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ (ICC) આને મંજૂરી આપી દીધી છે. ભારતની મેચો ન્યુટ્રલ સ્થળોએ યોજાશે. હાલ એ સ્પષ્ટ નથી કે ભારત તેની મેચ ક્યાં રમશે.

    ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આગામી કેટલાક વર્ષો સુધી ભારત અને પાકિસ્તાન 2027 સુધી એકબીજાના દેશમાં ક્રિકેટ નહીં રમે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનની ટીમ ભારતમાં યોજાનાર 2025 મહિલા વનડે વર્લ્ડ કપ રમવા માટે નહીં આવે. તેવી જ રીતે, 2026 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની મેચો ભારતમાં રમાશે નહીં. તેની યજમાની ભારત અને શ્રીલંકા કરવાના છે.

    નોંધનીય છે કે ભારતે સુરક્ષાના કારણોસર (security reasons) પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી. આ પછી ICCએ પહેલાથી જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (PCB) હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન વિશે જાણ કરી દીધી હતી. હવે સત્તાવાર નિર્ણય સામે આવ્યો છે.