પાડોશી આતંકવાદી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે માઇક્રોબ્લોગિંગ સાઇટ Xને (જે પહેલાં ટ્વિટર હતું) કુલ 8000 અકાઉન્ટ બ્લૉક કરવા માટે આદેશ આપ્યા છે.
પાકિસ્તાનમાં ભારતીય સેનાની સૈન્ય કાર્યવાહી વચ્ચે દેશમાં અમુક એવાં અકાઉન્ટ્સ પણ છે, જે પાકિસ્તાનનો પ્રોપગેન્ડા આગળ વધારી રહ્યાં છે. સરકારે હવે આ તમામ સામે તવાઈ બોલાવી છે. યાદીમાં આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ પણ સામેલ છે.
X has received executive orders from the Indian government requiring X to block over 8,000 accounts in India, subject to potential penalties including significant fines and imprisonment of the company’s local employees. The orders include demands to block access in India to…
— Global Government Affairs (@GlobalAffairs) May 8, 2025
એક્સે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે તેઓ આદેશનું પાલન કરશે અને ભારતમાં આ ખાતાં બંધ કરી દેશે. સાથે ફ્રી સ્પીચનું જ્ઞાન આપીને કહ્યું છે કે આખું અકાઉન્ટ બ્લૉક કરવું એ બિનજરૂરી છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાથી વિપરીત છે. જોકે કંપની પાસે હાલના તબક્કે આદેશનું પાલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એ વાત એટલી જ સાચી છે.