હૈદરાબાદમાં (Hyderabad) ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક- મિત્ર ક્લિનિક, (Transgender Clinic MITR) બંધ થઈ ગયું છે. આનું કારણ યુએસ સરકારે USAIDને ભંડોળ આપવાનું બંધ કરી દીધું છે. મિત્ર ક્લિનિક USAIDના ભંડોળથી ચલાવવામાં આવતું હતું.
આ ક્લિનિક જાન્યુઆરી 2021માં USAID અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં શરૂ થયું હતું. MITR ક્લિનિક ટ્રાન્સજેન્ડર સમુદાયને આરોગ્યસંભાળ સેવાઓ, હોર્મોન થેરાપી, લિંગ પુનર્નિર્માણ પરામર્શ, માનસિક સ્વાસ્થ્ય પરામર્શ અને HIV/STI સારવાર પૂરી પડતું હતું.
That’s what American tax dollars were funding https://t.co/E4IQSoj9NV
— Elon Musk (@elonmusk) February 28, 2025
આ USAIDના પ્રોજેક્ટ એક્સિલરેટનો એક ભાગ હતો, જેણે એઇડ્સ સામે લડવા માટે કામ કર્યું હતું. ભંડોળ બંધ થવાને કારણે આ કાર્યક્રમ પણ પ્રભાવિત થયો છે. મસ્કે કહ્યું કે તે આ બધું અમેરિકન કરદાતાઓના ડોલર દ્વારા સંચાલિત હતું.
તાજેતરમાં, યુએસ સેનેટર જોન કેનેડીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમેરિકન કરદાતાઓના પૈસા ભારતમાં ટ્રાન્સજેન્ડર ક્લિનિકને કેમ આપવામાં આવી રહ્યા છે.