બાંગ્લાદેશમાં ઘણા લાંબા સમયથી હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તાજા કિસ્સામાં બાંગ્લાદેશ પોલીસે ISKCONના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી અને બાદમાં કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરાવ્યા હતા. આ મામલે હવે ભારતનું આધિકારીક નિવેદન સામે આવ્યું છે.
વિદેશ મંત્રાલયના આધિકારીક પ્રવક્તા રણધીર જયસ્વાલે આ બાબતે પોસ્ટ કરી છે.
Our statement on the arrest of Chinmoy Krishna Das:https://t.co/HbaFUPWds0 pic.twitter.com/cdgSx6iUQb
— Randhir Jaiswal (@MEAIndia) November 26, 2024
આધિકારીક નિવેદનમાં કહેવાયું છે કે, “અમે બાંગ્લાદેશના સનાતન જાગરણ જોટના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન નામંજૂર કરવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્ત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા અનેક હુમલાઓને અનુસરે છે… અમે બાંગ્લાદેશ સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સામેલ છે.”
નોંધનીય છે કે ચિન્મય પ્રભુની ધરપકડ બાદ મોટી સંખ્યામાં હિંદુઓ આ બાબતે વિરોધ નોંધાવવા બાંગ્લાદેશના રસ્તાઓ પર ઉતર્યા હતા. પરંતુ તેમના આ પ્રદર્શન પર પણ કટ્ટરવાદી મુસ્લિમોએ હુમલા આકરી દીધા હતા જેમાં અનેક હિંદુઓ ઘાયલ થયા હતા.