Monday, June 23, 2025
More

    ‘ભારત કોઈ ધર્મશાળા નથી…’: શ્રીલંકાના નાગરિકની દેશનિકાલ સામેની અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

    સોમવાર, 19 મેના રોજ, ભારતની સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના નાગરિકની જેલની સજા ભોગવ્યા બાદ તેના દેશનિકાલને પડકારતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ (Supreme Court) કોર્ટે કહ્યું કે ભારત કોઈ ‘ધર્મશાળા’ (Dharamshala) નથી જે વિશ્વભરના શરણાર્થીઓને આશ્રય આપી શકે.

    “શું ભારતે વિશ્વભરના શરણાર્થીઓને આશ્રય આપવો જોઈએ? આપણે પહેલાથી જ 140 કરોડની વસ્તી સાથે ઝઝૂમી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે દરેક જગ્યાએથી વિદેશી નાગરિકોનું સ્વાગત કરી શકીએ,” ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું.

    જ્યારે અરજદાર કે જે શ્રીલંકાના તમિલ નાગરિક છે, તેણે શ્રીલંકામાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને દેશનિકાલથી રક્ષણ માંગ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “બીજા કોઈ દેશમાં જાઓ.” આ પછી તેઓએ તેની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ દત્તાએ તો પૂછ્યું, “તમારે અહીં સ્થાયી થવાનો શું અધિકાર છે?”