ભારતે બાંગ્લાદેશના (Bangladesh) પૂર્વ વડાપ્રધાન અને પોતાની શરણમાં આવેલ શેખ હસીનાના વિઝા (Shaikh Hasina Visa Extended) લંબાવ્યા છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશની હાલની સરકારે અનેકવાર ભારત સમક્ષ હસીનાના પ્રત્યાર્પણની (extradition) માંગ કરી છે.
India extends ex-PM Sheikh Hasina's visa amid extradition call by Dhaka https://t.co/EnG0kdUUkc
— The Business Standard (@tbsnewsbd) January 8, 2025
અંદરના સોર્સે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાનના વિઝાની મુદત તાજેતરમાં લંબાવવામાં આવી હતી જેથી તેઓ અહીં રહી શકે. તેમણે હસીનાને દેશમાં આશ્રય આપવામાં આવશે તેવી અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભારતમાં શરણાર્થીઓ અને આશ્રય જેવી બાબતો સાથે વ્યવહાર કરવા માટે કોઈ ચોક્કસ કાયદો નથી.
77 વર્ષીય હસીના દેશવ્યાપી વિરોધ વચ્ચે પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારત ભાગી આવ્યા હતા. 5 ઓગસ્ટે હિંડોન એરબેઝ પર પહોંચ્યા ત્યારથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી, જો કે જાણવા મળ્યું છે કે તેમને દિલ્હીમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની ઢાકાની વચગાળાની સરકારે 23 ડિસેમ્બરે વિદેશ મંત્રાલયને મોકલેલ નોટ વર્બેલ (note verbale) અથવા સહી વિનાના રાજદ્વારી પત્રવ્યવહાર દ્વારા તેમના પ્રત્યાર્પણની માંગ કરી હતી.