Tuesday, June 24, 2025
More

    મેક ઇન ઇન્ડિયાના સિંહ સામે ડ્રેગન નિષ્ફળ: એપ્રિલમાં ભારતમાંથી અમેરિકા ગયા 30 લાખ આઇફોન, જ્યારે ચીનથી ગયા માત્ર 9 લાખ

    એપલ ઇન્ડિયાએ (Apple India) નાણાકીય વર્ષ 2025માં ભારતમાં $22 અબજના આઇફોનનું (iPhone) ઉત્પાદન કરીને ચીનને પાછળ છોડી દીધું છે. સરકારે એપ્રિલ 2025માં આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે, જેટલા આઇફોન બનાવવામાં આવ્યા છે તેમાંથી 70%થી વધુની નિકાસ (Export) કરવામાં આવશે.

    ત્યારે હવે રજૂ થયેલ આંકડા અનુસાર એપલના આઇફોનની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ 2025માં ભારતથી યુએસમાં આઇફોનની નિકાસ આશરે 76% વધી છે, જે દર્શાવે છે કે ભારત હવે એપલના વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મહત્વનું કેન્દ્ર બની ગયું છે.

    તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર એપ્રિલમાં ભારતમાંથી મોકલવામાં આવેલા યુએસ આઇફોનની સંખ્યા આશરે 30,00,000 સુધી પહોંચી ગઈ છે. જે ચીનથી એક્સપોર્ટ કરવામાં આવેલા આઇફોનની તુલનામાં ખૂબ આગળ છે. ચીને માત્ર 9,00,000 લાખ આઇફોન જ એક્સપોર્ટ કર્યા છે જે ગયા વર્ષની તુલનામાં લગભગ 76%નો ઘટાડો સૂચવે છે.

    આ સિદ્ધિ ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) પહેલ અને સરકારની નીતિઓને આભારી છે, જેણે વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે આકર્ષિત કરી છે. એપલના આ પગલાથી ભારતે ચીનને પાછળ છોડીને રોજગારીની તકો વધારી છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે.