Tuesday, March 18, 2025
More

    પૂર્વ લદ્દાખમાં ડિસએન્ગેજમેન્ટ બાદ ભારત-ચીનની સેનાઓએ કરી મીઠાઈની આપ-લે

    દિવાળીના દિવસે પૂર્વ લદ્દાખ સરહદે ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર ભારત અને ચીનના જવાનોએ મીઠાઈની આપ-લે કરી હતી. જેની સાથે જ હવે બોર્ડર પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવશે. 

    તાજેતરમાં જ બંને દેશોની સેનાઓ વચ્ચે LAC પેટ્રોલિંગ માટેના કરાર થયા હતા. જે અનુસાર નક્કી થયું હતું કે બંને સેનાઓ વર્ષ 2020ના ગલવાન ઘર્ષણ પહેલાં જે સ્થળે હતી ત્યાં પાછી ફરશે અને નિયમિત રીતે LACનું પેટ્રોલિંગ કરવામાં આવતું રહેશે. 

    કરાર બાદ ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા (લશ્કર પરત ખેંચવાની પ્રક્રિયા) શરૂ કરવામાં આવી હતી. દિવસો બાદ તે બુધવારે (30 ઑક્ટોબર) પૂર્ણ થઈ. ત્યારબાદ દિવાળીના દિવસે બંને દેશની સેનાઓએ મીઠાઈની આપ-લે કરી હતી. 

    નોંધવું જોઈએ કે જૂન, 2020માં ગલવાનમાં ચીની સેના ઘૂસી આવતાં ભારતીય સૈનિકોએ તગેડી મૂક્યા હતા. જોકે, બંને દેશો વચ્ચેની ટ્રીટી અનુસાર ગોળીબાર થયો ન હતો પણ ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારથી તણાવ ચાલુ રહ્યો હતો, જે તાજેતરના કરાર બાદ શાંત પડ્યો.