Sunday, November 3, 2024
More

    કોંગ્રેસ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ગયા: હિસારના ધારાસભ્ય સાવિત્રી જિંદાલે ભાજપને આપ્યું સમર્થન

    કોંગ્રેસના દિગ્ગજ નેતા સાવિત્રી જિંદાલે હરિયાણા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને અપક્ષ ચૂંટણી લડી હતી. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં તેઓએ મોટો વિજય પ્રાપ્ત કાર્યો છે અને ફરી હિસારના ધારાસભ્ય બન્યા છે.

    ધારાસભ્ય બાદ તેઓએ તુરંત જ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સાથે જ ત્યોર કહ્યું છે કે, “હરિયાણા અને હિસારના સર્વાંગી વિકાસ માટે મે ભાજપ સરકારને સમર્થન જાહેર કરવાનો નિર્ણય લીધો છે.”

    નોંધનીય છે કે 10 વર્ષથી સતત સરકાર ચલાવ્યા બાદ પણ ભાજપે હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. 90 બેઠકોવાળી વિધાનસભામાં BJPએ 48 સીટો જીતી છે, જે હમણાં સુધીની મહત્તમ છે.