Saturday, May 17, 2025
More

    તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત: કલેક્ટર 

    પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ કચ્છ જિલ્લામાં ફરી એક વખત બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યો છે. 

    કચ્છના કલેક્ટર દ્વારા X પર આ જાણકારી આપવામાં આવી. 

    પોસ્ટમાં લખવામાં આવ્યું કે, તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવે છે તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં યુદ્ધવિરામ જાહેર થતાં બ્લેકઆઉટ પાળવામાંથી નાગરિકોને રાહત આપવામાં આવી હતી, પરંતુ પાડોશીએ ત્રણ જ કલાકમાં રંગ દેખાડી દેતાં ફરી સાવચેતીપૂર્વકનાં પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે.