Thursday, December 5, 2024
More

    જે ઈમાન ખલીફે મહિલા બોક્સિંગ કેટેગરીમાં જીત્યો હતો ગોલ્ડ, તે પુરુષ હોવાનો ખુલાસો: મેડિકલ રિપોર્ટના આધારે દાવો

    પેરિસ ઓલમ્પિક્સ 2024 દરમિયાન અલ્જીરિયન બોક્સર ઈમાન ખલીફને લઈને ખૂબ ચર્ચાઓ થઈ હતી. ઘણાએ વાંધો ઉઠાવ્યો હતો કે તે પુરુષ છે. જોકે, તેમ છતાં ઓલમ્પિક્સ કમિટીએ લીલી ઝંડી આપતાં તેણે વિમેન્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પણ હવે ફરી તેને લઈને વિવાદ સર્જાયો છે. 

    એક મેડિકલ રિપોર્ટ લીક થયો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે, જેમાં ખલીફ ખરેખર પુરુષ હોવાનું પુરવાર થયું બહાર આવ્યું છે. 

    એક ફ્રેન્ચ પત્રકારે આ મેડિકલ રિપોર્ટ મેળવ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. તેમાં કથિત રીતે જાણવા મળ્યું છે કે, ઈમાનના શરીરમાં ઇન્ટરનલ ટેસ્ટીકલ અને XY ક્રોમોઝોમ જોવા મળ્યા છે. કહેવાય છે કે આ સ્થિતિ 5-આલ્ફા રિડક્ટેસ ઇન્સિફિશિયન્સી કહેવાય છે. રિપોર્ટમાં શરીરમાં આંતરિક ટેસ્ટિકલ્સની હાજરી અને યુટરસની ગેરહજરીનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાનું કહેવાય છે. 

    આ જાણકારી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે અને માંગ થઈ રહી છે કે ખલીફ પાસેથી મેડલ પરત લઈ લેવામાં આવે. જોકે, ઓલમ્પિક્સ કમિટીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવાનું ધ્યાને નથી.